Tuesday, 24 June 2014

AMTSની મનમાની: જાહેર જનતાનો ભોગ

આજ સવારથી જ અમુક AMTS Busના રૂટ્સમાં અચાનક જ ફેરફાર કરી નાખવામાં આવ્યા. આ પેહલા કોઈ પણ પ્રકારનું announcement કરવાની તંત્રે જરૂર ના સમજી. મોટાભાગના મુસાફરો busની રાહ જોઈને કલાકો ઉભા રહ્યા.Circular રૂટની bus 800, 900 & 202 ના રુટ રાતોરાત બદલી નાખ્યા.

AMTS બસ number 800 & 900 ના બદલે 600 & 700 ચાલુ કરવામાં આવી કે જેના રૂટ માં આવતા સ્થળો પર પેહલા થી જ સારી એવી bus ની વ્યવસ્થા હતી. 202 બસ ના બદલે 201 ચાલુ કરવામી આવી. આ બંને બસો ના રૂટ બદલાવાના કારણે શેહરના માનસી circle વિસ્તાર થી રાયપુર, કાલુપુર, જમાલપુર, સિવિલ આવા વિસ્તારોથી કામ માટે updown કરનારા કેટલાય મુસાફરોને હાલાકીનો ભોગ બનવું પડશે.મોટાભાગના મુસાફરો નરોડા, સિવિલ, જમાલપુર,રાયપુર જેવા વિસ્તારોમાંથી ત્યાં નાની મોટી નોકરી કરવા કે ભણવા માટે આવતા. એ લોકો ને હવે ક્યાં તો 2 બસો બદલાવી પડશે ક્યાં  તો રીક્ષા કે BRTSનો ઉપયોઉંગ કરવો પડશે.આનાથી સામાન્ય માણસો ને આર્થિક મુશ્કિલો નો પણ સામનો કરવો પડશે કારણકે મુસાફરીનો ખર્ચો વધવાથી પગાર માં વધારા થવાના નથી.

પેહલાથી જ 800, 900 & 202 નંબર ની બસો સમયસર આવતી નહોતી જેની વારંમવાર ફરિયાદ કરવા છતાં તંત્રે કદી કોઈ પગલા ના લીધા ને હવે અ બસો જ બંધ કરી ઠગારી આશા કે કાલે બસો રેગુલર થશે એ પણ છીનવી લીધી.જયારે બીજી બાજુ નવા ચાલુ કરેલા રૂટ્સ ની બસો 600, 700 & 201 ને 10 - 10 મીનીટે દોડવામાં આવશે. એ પણ એ વિસ્તારો માં જ્યાં પેહલાથી જ સારી ટ્રાન્સપોર્ટ  વ્યવસ્થા હતી.  1 થી વધારે બસો એ  રૂટ પર ફરે જ છે ને શટલ રીક્ષા પણ આસાની થી મળી સકે છે. BRTS તો બોનસ માં છે જ. છતાં એમને નવી બસોથી નવાજવા માં આવ્યા ને જ્યાં પેહલે થી જ સમયસર બસ ના આવવાની સમસ્યા હતી ત્યાં બસો ને સમયસર કરવાને બદલે બંધ જ કરી દીધી.

આ જોતા 1 જ વાત આવે કે જે અમીર છે તે ઔર અમીર થશે ને ગરીબ ઔર ગરીબ.જેની પાસે પેહલેથી જ સગવડ છે એમને વધારે સગવડો આપો. ને જે લોકો તકલીફ માં છે એમની તકલીફો માં વધારો કરો. વાહ રે આઝાદી વાહ! આ કેવી લોકશાહી ? :)

Ash Vyas SEO Ash Vyas is working as an internet Marketing manager handling digital marketing activities like SEO, SMO, Content Marketing etc.
Likes : Blogging, net surfing, networking, travelling, photography
Connect with the author via: Twitter | LinkedIn | Google+ | Pinterest

No comments:

Post a Comment